Archive for the 'Poems' Category

Feb 08 2011

રસ્તા વસંતના….

Published by under Poems

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના. મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ! આ એક તારા અંગે ને બીજો ચમન મહીં, જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના ! મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં, મ્હોર્યા છે આજ આંખમાં […]

23 responses so far

Feb 08 2011

સજા મળી છે…

Published by under Poems

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે, કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે….. વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં, રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે….. ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા, ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા […]

8 responses so far

Feb 08 2011

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

Published by under Poems

તળેટી જતાં એવું લાગ્યા કરે છે હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો – જગત ના દિસે તો યે જાગ્યા કરે છે અમે વેચવા નીકળ્યા મોર-પીંછા છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે ભુતળ મર્મ જેવો પદારથ ન એકે પકડવા જઉં એમ ભાગ્યા કરે છે અહીં આપણે આપણા શબ્દ ગાવા […]

6 responses so far

Feb 07 2011

શાહમૃગો

Published by under Poems

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો જોઈ જાતી આંખો શાહમૃગોને જોવા આવે નગર શાહમૃગોને જોવા આવે ગામ ગામની સીમ સીમમાં ધૂધરિયાળી વેલ “વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી […]

8 responses so far

Feb 07 2011

વિકલ્પ નથી

Published by under Poems

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી; ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી. પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે, અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી. હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન, નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી. લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે, હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી કપાય કે ન બળે, ના ભીનો […]

8 responses so far

Feb 07 2011

કોઈ કહેતું નથી

Published by under Poems

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી પૂછું છું બારને-બારીને-ભીંતને લાલ નળિયા-છજાં-ને વળી ગોખને- રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી જરઝવેરાત સહુ એમનું એમ છે; […]

4 responses so far

Feb 07 2011

ચાલ્યો જવાનો સાવ

Published by under Poems

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં એ […]

6 responses so far

Feb 07 2011

લઇ ઊભા

Published by under Poems

ન આવ્યા જે બા’રા બરછટ અવાજો, લઇ ઊભા અમે આ છાતીમાં જખમ નિત તાજો લઇ ઊભા પળો જે જે સામે મળતી રહી તે લૂંટતી રહી અમે આ વેળાનો રસભર તકાજો લઇ ઊભા હશે કોનો તેની જરી સરખી ના જાણ અમને અમે તો સ્કંધે કૈં વરસથી જનાજો લઇ ઊભા નથી તૂટ્યોફૂટ્યો તરડ પણ એકે નથી પડી […]

2 responses so far

Feb 07 2011

અમથો અમથો ખુશ થાઉં છું

Published by under Poems

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું રોજ જતા ને રોજ જશે પણ […]

2 responses so far

Feb 07 2011

પકડો કલમ ને

Published by under Poems

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખેઆખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ? એક પગ બીજા ને છળે એમ પણ બને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ […]

20 responses so far

Older Entries »