સાવ અટુલા પડી ગયા

Published by Admin at 11:44 pm under Poems

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

2 responses so far

2 Responses to “સાવ અટુલા પડી ગયા”

  1. સુંદર મજાની વેબસાઈટ ….

    બંને બહેનોને આ વેબસાઈટ ભેટ ધરવા બદલ હાર્દિક અભિનંદન !

    વેબસાઈટ સતત અપડેટ થતી રહે એવી આશા…

    આભાર !

  2. Hitesh Mehta says:

    khub j saras atmiyta dival parthi khari padi, masmota ghar ma sav atula padi gaya….. khub j saras dil ma manavtana gun pragtavi jay.. wah..wah..

Leave a Reply