ચાલ્યો જવાનો સાવ

Published by at 11:26 pm under Poems

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે
હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઇ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

6 responses so far

6 Responses to “ચાલ્યો જવાનો સાવ”

 1. dinesh pandya says:

  નમસ્તે સાહેબ,
  આપની રચનાનો હું આશિક છું, અને આમ પણ મારું વતન પત જૂનાગઢની બાજુમાં વંથલી પાસે છત્રાસા દરબારી ગામના પૂજારીનો દીકરો છું. અમદાવાદ ખાતે સ્‍પીપા( સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્‍થા,)ખાતે પી.એ. (ગુજરાતી સ્‍ટેનોગ્રાફર) તરીકે સરકારી સેવા બજાવું છું. છતાં પણ આપની નેટ ઉપરથી રચના વાંચીને ગદ ગદ થઇ ગયો અને આમ તો કૃષ્‍ણ દવે કવિ મારા ખાસ અંગત સ્‍નેહીજન છે, મારો દીકરો બી.ફાર્મ કરીને હવે એમ.ફાર્મની તૈયારી કરી રહ્યો છે અને ગાયક તરીકે સારી પ્રસિદ્ધિ પ્રાપ્‍ત કરેલ છે. રાસબિહારી દેસાઇ સાહેબ,ગૌરાંગ વ્‍યાસ સાહેબ, દિલીપ ધોળકીયા સાહેબ તથા પ્રફૂલ્લ દવે, કવિ માધવ રામાનુજ જેવા મહાનુભાવોના હાથે સ્‍વાગત થયેલ છે. જે જાણીને આપને વતનના એક ગરીબ બ્રાહ્મણપુત્રની પ્રગતિથી આનંદ થશે અને હું એક પૂજારીના દીકરા તરીકે એક્સ્ટર્નલ બી.એ. થઇને ક્લાર્કની કેરિયરથી શરૂ કરીને ગુજરાતી સ્‍ટેનોગ્રાફર,ગ્રેડ-ર સુધી પહોંચેલ છું જેમાં માતાજીની અસીમ કૃપા, વડીલોના આશીર્વાદ અને સ્‍નેહી,સંબંધી મિત્રોની શુભેચ્‍છા જ કામ આવી છે.
  અસ્‍તુ…નમસ્‍કાર

  લિ.દિનેશ પંડ્યાના વંદન સાથે શુભકામના……આપ જૂનાગઢ, ગુજરાત અને દેશનું ગૌરવ છો..

  (દિનેશ પંડયા-મોબાઇલ નં.૯૮૨૪૦ ૭૨૬૭૫)

 2. leenabhatt says:

  સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઇ
  ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

  કૈક છોડીને જવાનુ? બધુ જ મુકિને જવાનુ?

 3. manoj gajjar says:

  નક્કર વાસ્તવિક્તા…..

 4. SUSHIL says:

  અદભુત વાહ ક્યા બાત હૈ! અહિ તો શબ્દો નુ સ્વર્ગ અને દેવ જેવા સાહિત્યકાર્રો વસે ચે.તમને સો સો સલામ્! અહિ મારિ પહેલિ મુલાકાત મન અને મગજ ને તર બતર કરિ ગૈ…

 5. yashesh vora says:

  જિવન નુ સત્ય કહિ દિધુ.

 6. Shailesh pandya says:

  Kharekhar khub sundar
  Akhi gazal sone madheli chhe Manoj bhai khub gami

Leave a Reply