હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

Published by at 12:01 am under Poems

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે

કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો –
જગત ના દિસે તો યે જાગ્યા કરે છે

અમે વેચવા નીકળ્યા મોર-પીંછા
છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે

ભુતળ મર્મ જેવો પદારથ ન એકે
પકડવા જઉં એમ ભાગ્યા કરે છે

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

6 responses so far

6 Responses to “હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે”

 1. M.T.Dave says:

  ઊંડા ગૂઢાર્થવાળી આ ગઝલને
  નથી સમજ્યું કોઇ ઍમ લાગ્યા કર્રે છે.

 2. Bhavesh N. Pattni says:

  મને અતિ પ્રિય રચના. આ કવિતા નરસિઁહ મહેતા સઁદર્ભે જ રચાઈ હોય એવુઁ નથેી તો યે ‘તળેટી જતાં એવું લાગ્યા કરે છે, હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે’ અને ‘ભુતળ મર્મ જેવો પદારથ ન એકે’ તથા ‘અહીં આપણે આપણા શબ્દ ગાવા’ એ નરસિઁહ સઁદર્ભે જ છે.

 3. prashant says:

  Bhavesh, I share the same sense from this gazal. રાજેન્દ્ર શુકલ એ સુન્દર પઠન કર્યુ છે.

  બીજો શેર ચેક કરશો?

  “જગત ના દિસે” ને બદલે “જગત ના દીસે” એવું લાગ્યા કરે છે. 😉

 4. kalpesh solanki "kalp" says:

  ખુબ સરસ,ગઝલ છે.ગમી જાય એવી.

 5. MANOJ says:

  ખુબ સરસ્

 6. bhatu bharat says:

  ઉઝરડા ઉઝરડા જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ………અદભૂત પક્તિઓ…..સલમ એ મનોજ ખંડેરીયા ને……..

Leave a Reply