સજા મળી છે…

Published by at 12:04 am under Poems

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..

8 responses so far

8 Responses to “સજા મળી છે…”

 1. Hitesh Mehta says:

  બહોત ખુબ ….સજા વગર સજા મલિ ગઈ

 2. leenabhatt says:

  આવુ કઇક લખવા માટે જે દિલ આપને ઇશ્વરે આપ્યુ તે માટે અમે એશ્વર ના આભારિ રહેશુ.

 3. prashant says:

  વાહ…કેવી સજા!

  બીજા શેરમાં “કદાપિય્રે કે” ને બદલે “કદાપિ એકે” હોવું જોઇએ.

 4. jay trivedi says:

  ખુબજ સરસ મનોજ ખંડેરિયા સર …તમારી આ કવિતા ઑ ના સમુદ્ર માં દરોજ્જે ધુબાકા મારવાનું મન થાય છે……

 5. chandrakant says:

  વગર ગુનાની સજા !!!! અદભુત રચના

 6. pranali says:

  Bou j mst che. Khub gami mane. Vanchi ne aavu lakhvani prerna male che.

 7. Thatha says:

  That’s cleared my thoughts. Thanks for cobuirntting.

 8. kajal satani says:

  કવિ નિ કલમને સલામ મારા પ્રશ્ન નો મલેી ગયો જવાબ……….

  સજા જ પામ્યા કરિ હવે આપેી વાચા અમારા વતિ તમારા શ્બ્દો એ અમોને…………………..

Leave a Reply