કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં ….

Published by at 1:13 am under Tribute

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

4 responses so far

4 Responses to “કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં ….”

 1. dinesh pandya says:

  નમસ્‍કાર,

  મને રાજેન્‍દ્ર શુક્લજીને વસ્‍ત્રાપુર અંધજન મંડળ અને ગુજરાત સાહિત્ય પરીષદ, અમદાવાદ ખાતે અનેક વાર રૂબરૂમાં સાંભળવાનો લ્‍હાવો મળેલ છે. કેમકે, હું કવિ કૃષ્‍ણ દવે દ્વારા ચલાવવામાં આવતી “કાવ્યધારા ” સભ્‍ય છું. જૂનાગઢની ભૂમિનું પાણી જ કંઇક જૂદું હોય એમાં શંકાને સ્‍થાન નથી. તેથી ખરેખર દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે…એ રચના મને ખૂબજ ગમી…..મનોજભાઇ આપની રચના અદભૂત હોય છે, શબ્‍દ નહીં પણ અક્ષરની પણ ભારોભાર કિમત હોય છે……બસ આપને અમારા લાખ લાખ વંદન..
  લિ.દિનેશ મો-૯૮૨૪૦ ૭૨૬૭૫

 2. dilip p pandya says:

  સાત જ્ન્મો સુધિ વાચ્વા ગમે તેવા કવિ.

 3. Dilip Jivanlal Shah says:

  કાવ્યની પ્રસ્તુતિ હોય અને દાદ પર દાદ મળતી હોય

  દેખાય કે ન દેખાય બાજુમા મનોજ હશે

  મનોજને સો સો સલામ

 4. केवल मन वाढेर says:

  hu jivan ma aekj kmi rahi gayel mano sir live kyarey sambhdi na sakiyo……….taleti jta aevu lagya kre ….
  Hji Kyak kartal vagya kre chhe…….
  aa rachna hu taleti jav yaad na aave kyarey bniyu nathi……….
  धोखो खोई खुद नो ते
  सदा जग ने शब्दधन छे आपियु
  मृत्यु पामेला छता मोर पीछ तनो पथरायेलो

Leave a Reply