વરસોનાં વરસ લાગે

Published by Admin at 4:00 am under Poems

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

- મનોજ ખંડેરિયા

3 responses so far

3 Responses to “વરસોનાં વરસ લાગે”

  1. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
    ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    કવિશ્રીનો ઉમદા અને સૌથી ગમતો શેર …

    વાચકોનું પણ સદભાગ્ય કે ઈન્ટરનેટનું માધ્યમ મળ્યું. નહીંતર એમની કૃતિઓને પુસ્તકો દ્વારા માણતાં વરસોના વરસ લાગી જાત. એમની આ અમર કૃતિને નેટ પર ઉપલબ્ધ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન. આશા છે એમની બધી જ કૃતિઓને અહીં ક્રમશઃ માણવા મળશે.

  2. Kanva Patel says:

    Hi sir,

    I really liked this poem of urs..

    ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
    બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

    It really shows the situation of today’s human being..

    Thanks,
    Kanva

  3. Shekhar Patel says:

    A poet spends five years writing a hundred poems. Spends another two to find a publisher. The book is published, retails for 100 Rs. એક રુપિયા નિ એક કવિતા. How sad. 25 to the libraries, 25 to the મિત્ર પરિવાર and then rest of the books – under Farnandes Bridge ઢગલા મા any book 5 Rs.
    This is how a language dies … and with it dies a way of thought and expression.

Leave a Reply