આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

Published by at 3:50 am under Poems

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

5 responses so far

5 Responses to “આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ”

 1. P Shah says:

  ગયું મારામાં કોઇ જરા જોઇને..
  સુંદર રચના !

 2. kiran joshi says:

  સુંદર રચના !

 3. shital says:

  ખુબ સરસ !

 4. GAJAL SUNDAR CHE. EK SARAS ANUBHUTI KONE KAHEVAY…AE NI SARAS VAT

 5. મનોજ ખંડેરીયાની બહુ જ ઉત્તમ રચના મુકવા આભાર.

  આ કવિતાના શબ્દો મેં મારા બ્લોગ પર કોપી કરી અજિત શેઠના સ્વરાંકન અને આરાતી મુક્રરજીના સ્વરમાં મુક્યા છે. આપની લીંક પણ આપેલ છે. આપને કોઇ વાંધો તો નથીને?

  હોય તો મને સત્તવરે જણાવજો. હું ઘટતું કરીશ.

  આભાર

  અભિષેક

  URL of Relevant Post :http://www.krutesh.info/2010/08/blog-post_9266.html#axzz102htuV9J

  Note: On non-receipt of reply within two days, I shall assume that you do not have anything to say.

Leave a Reply