રસ્તા વસંતના….

Published by at 11:15 pm under Poems

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

23 responses so far

23 Responses to “રસ્તા વસંતના….”

  1. chandrakant says:

    grateful to you, thanks a lot

  2. જે. આર. પાઠક says:

    આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
    ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

    કાવ્ય વાંચીને આનંદ થયો.

  3. darshana says:

    one of my favourite….thanx for this

  4. mittal says:

    ફિલ વસન્ત્…………

  5. riddhi pandya says:

    આ કવ્ય તરિકે અમે અભ્યસ મઆ ભન્યા . આજે ફરિ નજર મા આવ્યુ. બહુ ગમે ચ્હે આ ગેીત્ ધન્યવાદ મનોજ્ભૈ.

  6. prashant says:

    Obviously મનોજભાઈની કલમનો કોઈ જોડ નથી. અને અમર ભટ્ટે આને ઘણો સુન્દર સ્વર આપ્યો છે.
    એક સુધારણી…

    “ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ” ને બદલે
    “ઊડી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ” હોવું જોઇએ.

  7. manoj gajjar says:

    રોમ રોમ મા જાને કે વસન્ત …..

  8. mamta dave says:

    wow its one of my faourit

  9. NISARG says:

    its treat to read your poem…

  10. mayuri says:

    મને ગમતા કવિ નુ સુન્દેર કવ્ય

  11. mayuri says:

    મને ગમત કવિનિ પ્રિય રચના

  12. prashant says:

    vanchine vasant no vaibhav ankh same avi gayo
    thanks.

  13. nanda kishan says:

    ખરેખર બહુ જ દિલ ને ચ્હુઇ જઅય તેવિ રચનઅ ચ્હે

  14. darshan zaveri says:

    The most evergreen poem..

  15. રાજેન્દ્રસિન્હ જાડેજા says:

    દિલ ખુબજ ખુશ થયુ

  16. rushikesh parekh says:

    puchh ene ke je shatayu che ,
    ketalu kyaare ne kya jivayu che.

    sri 1| baarana lakhyaa kar tu,
    shabd thi biju shu savayu che?

    taare kaaje hashe ghazal manoranjan,
    maare maate pranvayu che.

    “taking immense liberty in saying these verses randomly and out of order. Please publish this entire ghazal !!! its one of the best ones ever ”

    also there’s one poem that ends with following verse

    “aayan ni jem hun toh ubhi ti chup gayu maraama koi jara joine”

    please publish that one as well

    and thanks once again.

  17. Dilip Parmar says:

    રસ્તા વસંતના- મનોજભાઇની એક ઉત્તમ કૃિત જે આપણા મનના ભાવ જગાડે.

  18. સચિન સોલંકી says:

    મારી પ્રિય પુર્વીનું પ્રિય કાવ્ય …..

  19. sejal says:

    આ કવિતા વીના વસંત અધુરી છે………

  20. chetan says:

    બહુ સરસ્

  21. મનોજ ખંડેરિયાની આ ગઝલ ‘રસ્તા વસંતના’ અગાઉના ધોરણ-૧૦ ના પાઠ્યપુસ્તકમાં હતી ત્યારે તેને વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવાનો અને તેનો ભાવાનુવાદ કરીને સમજાવવાનો જે અનેરો આનંદ આવતો તે આજે આ ગઝલ વાંચીને તાજો થયો !આ ગઝલને વાંચવાનો લહેકો જ કોઇ અનેરો છે.ગુજરાતી ભાષામાં આવી જીવંત ગઝલોનો દુકાળ છે. મનોજ ખંડેરિયાની એક આ ગઝલ અને બીજી ‘પકડો કલમને’ -આ બન્ને ગઝલો મારી નજરે ગુજરાતી સાહિત્યની સર્વશ્રેષ્ઠ ગઝલો છે.ઘણા સમયથી આ ગઝલને હું ગણગણતો હતો પરંતુ આજે વેબ સાઇટો જોતાં મનોજ ખંડેરિયાની આ ગઝલો વાંચવા મળતાં હું આખેઆખો તળબોળ થાઇ ગયો ! અને મારો શિક્ષક તરીકેનો ભૂતકાળ એકાએક ખીલી ઉઠ્યો.તેમના પરિવારને ધન્યવાદ કે એક બ્લોગ થકી ગુજરાતી સહિત્યાના આ મહાન ગઝલકારને ચાહકો વચ્ચે મધમધતો રાખ્યો છે ! ખૂબ ખૂબ આભર !

Leave a Reply