હું સાંભરી જઇશ
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
4 responses so far
કવિશ્રીના પરિવારજનોને આ વેબસાઈટ શરુ કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ !!
સાથે આભારની લાગણી પણ !
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
આજ રીતે એમનો અભાવ ગુજરાતી સાહીત્ય રસિકો ને સાલશે
વાનિ અજય આપને કલાસમેત્ હતા
મનોજભાઈની મારી અતિપ્રિય રચના… એમાંયે આ શેર તો કવિશ્રીને જ કાયમી અર્પણ…
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
લખતી વખતે કદાચ એમને ખ્યાલેય ના હોય કે આ શેર એમનાં માટે જ કેટલો સાચો પુરવાર થશે…!
સુંદર વેબસાઈટ માટે અઢળક અભિનંદન !
‘ગાગરમાં સાગર’ પર મ.ખં.ની અત્યાર સુધી પોસ્ટ થયેલી અને હવે પછી પોસ્ટ થનાર બધી રચનાઓની લિન્ક :
http://urmisaagar.com/saagar/?cat=23
Manoj Khanderiya na kavya high school ma bhanya hata! ane a pachhi jivan ma hammesh gunjta rahya chhe…aaje aa website par temno amar sher “gherashe vadalo ne hu sambhari jaish” vanchi khoob man bharai aavyu…poet ne shradhanjali..