હાથમાં કારોબાર રાખ્યો તેં

Published by Admin at 3:00 am under Poems

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

2 responses so far

2 Responses to “હાથમાં કારોબાર રાખ્યો તેં”

  1. mayank bhavsar says:

    આ ગિત સૌ પ્રથમ તહુકો ઉપર સામ્ભ્લ્યઉ હતુ. ખુબ જ સરસ. ઇન્ફેક્ત અદ્ ભુત કેતેગરિ મુકિ શકાય. બેસ્ત લુક ફોર વેબ સઈત.

  2. girish khatri says:

    વાહ શુ વાત કહિ દિધિ.

Leave a Reply