શબ્દો જ કંકુ ને ચોખા

Published by Admin at 4:40 am under Poems

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

9 responses so far

9 Responses to “શબ્દો જ કંકુ ને ચોખા”

  1. sudhir patel says:

    પ્રિય કવિ શ્રી મનોજભાઈ ખંડેરિયાની યાદમાં આ સરસ વેબ-સાઈટ શરુ કરવા બદલ પરિવારજનોને હાર્દિક અભિનંદન અને
    ખૂબ જ સફળતાની શુભકામનાઓ!
    ગમતી ગઝલો વાંચી ફરી આનંદિત થઈ જવાયું! આભાર!!
    સુધીર પટેલ
    ભાવનગર. હાલ શાર્લોટ, અમેરિકા.

  2. P Shah says:

    પ્રિય કવિ મનોજભાઈની યાદોનો આ ગુલદસ્તો શરુ કરવા બદલ
    તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન !
    અને અનેક શુભકામનાઓ !
    તેમની કવિતાઓ ફરીથી માણી ભાવવિભોર થયો !
    આભાર !

  3. અદભુત ગઝલકાર અને કવિશ્રી મનોજ ખંડેરિયાની રચનાઓને અનેક ભાવકો સમક્ષ લઈ જતી આ વેબસાઈટ-શ્રદ્ધાંજલિ બદલ પરિવારજનો અને વેબસંચાલકોને વંદન. ગુજરાતી સાહિત્યને કવિશ્રીની ખોટ કાયમ રહેશે.

  4. Maheshchandra Naik says:

    શ્રી મનોજ ખન્ડેરિઆને શ્રધ્ધાન્જલી અને નમન બ્લોગ દ્વારા કવિશ્રીના ગઝલોનો આસ્વાદ કરાવવા બદલ પરિવારજનોનો આભાર ……………….

  5. Pinki says:

    પ્રિય કવિ મનોજ ખંડેરિયાનાં જન્મદિને , તેમની વૅબસાઈટ લૉન્ચ કરવા બદલ
    વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી આપને હાર્દિક અભિનંદન અને આભાર

  6. jagdish Gor,Gandhinagar says:

    પ્યારા કવિ મનોજભઇ ની વેબસાઇટ થી આનઁદિત થવાયુ.

  7. manoj khandheriya is real lion of gazals of junagadh .u will live and rule our heart forever

  8. Sandhya Bhatt says:

    પ્રિય કવિની રચનાઓ વાંચીને ખૂબ આનંદ થયો.

  9. PINAKIN PATEL. SAUDI AREBIA says:

    મનોજ અભિનન્દન , મજા આવિ.

Leave a Reply